નવી દિલ્હીઃ દુનિયાભરમાં કૉમ્યુટર અને સોશ્યલ મીડિયાના જામાનામાં ટ્વીટર આજે લોકોની જરૂરિયાત બની ગયુ છે. Twitter જલદી એક ખાસ સુવિધા લઇને આવી રહ્યું છે, જેના દ્વારા લોકોને પોતાના ટ્વીટને એડિટ કરવાનો ઓપ્શન મળશે. ટ્વીટરનુ કહેવુ છે કે તે ગયા વર્ષથી જ આ એડિટ ફિચરને લઇને કામ કરી રહ્યું છે. ટ્વીટર ઇન્કે મંગળવારે કહ્યું કે, તે ગયા વર્ષથી જ એડિટ બટન પર કામ કરી રહ્યું છે અને આ આગામી મહિનાઓમાં સિલેક્ટેડ ટ્વીટર બ્લૂ સભ્યોની સાથે આ ફિચરનુ ટેસ્ટિંગ કરશે.  


ટ્વીટરમાં મળશે ખાસ સુવિધા - 
ઉલ્લેખનીય છે કે, સોમવારે એલન મસ્કે ટ્વીટરમાં 9.2% ભાગીદારીનો ખુલાસો કર્યો અને લાંબા સમયથી પ્રતીક્ષિત ફિચરની સુવિધા આપવાનો લઇને વૉટિંગ શરૂ કર્યુ. આની સાથે જ એલન મસ્કે ટ્વીટરના હવે સૌથી મોટા જવાબદાર પણ બની ગયા છે. 


Twitter માં ભાગીદારી ખરીદ્યા બાદ એલન મસ્કે ટ્વીટર પર એક પૉલ શરૂ કર્યુ. આ પૉલમાં તેમને લોકોને એ વાતને લઇને મત માંગ્યો કે ટ્વીટરમાં એડિટ બટન મળવુ જોઇએ કે નહીં ? વળી, ટ્વીટર પર આ પૉલને રિટ્વીટ કરતા સીઇઓ પરાગ અગ્રવાલએ કહ્યું કે, આ પૉલને લઇને પોતાનો મત ખુબ સમજી વિચારીને કરો કેમ કે આ પૉલના પરિણામ ખુબ મહત્વના રહેશે. 


એડિટ બટન માટે યૂઝર્સ કરી રહ્યાં છે માંગ -
ટ્વીટરના Consumer પ્રૉડક્ટ્સના પ્રમુખ જે. સુલિવન અનુસાર, છેલ્લા કેટલાય વર્ષોથી Twitterના યૂઝર્સ જે એક ફિચરની સૌથી વધુ માંગ કરી રહ્યાં હતા, તે ટ્વીટને એડિટ કરવાની સુવિધાની માંગ હતી. આગામી કેટલાક મહિનાઓમાં સિલેક્ટેડ ટ્વીટર બ્લૂ મેમ્બર્સની સાથે આ ફિચરનુ ટેસ્ટિંગ કરી શકે છે. Twitter Blue એક પેડ સબ્સક્રિપ્શન સર્વિસ છે, જેને ટ્વીટરે ગયા વર્ષે જૂનમાં કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં લૉન્ચ કરી હતી. બાદમાં નવેમ્બર 2021 માં અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં પણ આનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. 


 


આ પણ વાંચો.......... 


Petrol vs EV vs CNG: મારુતિ ડીઝાયર અને ટાટા ટિગોરમાંથી કઈ છે શ્રેષ્ઠ ? કોનામાં શું છે ખાસ


PNBના કરોડો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો , બેંકે ઘટાડ્યા વ્યાજદર, જાણો બચત ખાતા પર કેટલું વ્યાજ મળશે?


મોંઘવારીનો ડબલ બુસ્ટર ડોઝઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGના ભાવ પણ વધ્યા, જાણો લેટેસ્ટ કિંમત


LIC IPO Launch Date: સરકાર LIC IPO મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં લૉન્ચ કરી શકે છે, જાણો વિગતે


1 એપ્રિલ, 2022થી આ ક્રેડિટ કાર્ડ પર એક પૈસો પણ વ્યાજ નહીં ચૂકવવું પડે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?