Tips and Tricks: આજના જમાનામાં દરેકના હાથમાં સ્માર્ટફોન એક સામાન્ય વાત બની ગઇ છે. કેમ કે આજે દરેક વ્યક્તિ ઘરે કે ઓફિસ કે પછી ધંધા-વ્યસાયમાં ફોનનો બહોળો ઉપયોગ કરી રહ્યો છે. આ કારણે આ લોકો સૌથી મોટો પ્રૉબ્લમ ચાર્જિંગનો આવે છે. વારંવાર બેટરી લૉ થઇ જાય કે પછી ફોન બેટરી ડેડ થઇ જાય છે. આવુ થવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે, જેમાં ચાર્જિંગ યોગ્ય રીતે ના કરવુ મુખ્ય કારણ છે. 


જો તમે તમારા ફોનને યોગ્ય રીતે ચાર્જ કરશો આવા પ્રૉબ્લમ નહીં આવે, આ માટે અહીં અમને તમને ચાર્જિંગ માટે બેસ્ટ ચાર ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જે તમને ઉપયોગી થઇ શકશે.  


જાણો ફોનને ચાર્જ કરતી વખતે શું ધ્યાન રાખવુ જોઇએ - 


1. હંમેશા પોતાના ફોનને તે જ ફોનના ચાર્જરથી ચાર્જ કરવો જોઇએ. ક્યારેય પણ બીજાના ફોનના ચાર્જરથી પોતાનો ફોન ચાર્જ ન કરશો. તે ડાયરેક્ટ બેટરી લાઇફને ખતમ કરી દે છે 


2. ચાર્જિગ કરતા પહેલા પોતાના ફોનનું કવર કાઢી દેવુ જોઇએ, ઘણીવાર કવર હોવાને કારણે ચાર્જરની પિન યોગ્ય રીતે લાગી શકતી નથી. આ ઉપરાંત ચાર્જિગથી ફોન ગરમ પણ થાય છે, એટલા માટે કવર ન હોય તો સારું રહેશે.


3. ક્યારેય પણ સ્માર્ટફોનને આખી રાત માટે ચાર્જિંગ પર ન મુકી રાખો. ઑવરચાર્જિંગ થવાથી બેટરીની લાઇફ ખતમ થઇ શકે છે. ફોનને હંમેશા 100 ટકા ચાર્જ કરવો તે યોગ્ય નથી. બને ત્યાં સુધી ફોનને 80-90 ટકા ચાર્જિંગ થાય એટલે ચાર્જિંગ બંધ કરી દો. 


4. ફોનમાં બેટરી બચાવતી અથવા ફાસ્ટ ચાર્જિંગવાળી થર્ડ પાર્ટી એપ રાખવાથી બચો. આ એપ સતત બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે જેનાથી બેટરી વધારે ખર્ચ થાય છે.


ખાસ વાત છે કે જો આ વાતોનુ ધ્યાન ફોનને ચાર્જિંગ કરતી વખતે નહીં રાખો તો તમારો ફોનને જલદી ખરાબ થવાનો ભય રહે છે. 


 


આ પણ વાંચો.......... 


Petrol vs EV vs CNG: મારુતિ ડીઝાયર અને ટાટા ટિગોરમાંથી કઈ છે શ્રેષ્ઠ ? કોનામાં શું છે ખાસ


PNBના કરોડો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો , બેંકે ઘટાડ્યા વ્યાજદર, જાણો બચત ખાતા પર કેટલું વ્યાજ મળશે?


મોંઘવારીનો ડબલ બુસ્ટર ડોઝઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGના ભાવ પણ વધ્યા, જાણો લેટેસ્ટ કિંમત


LIC IPO Launch Date: સરકાર LIC IPO મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં લૉન્ચ કરી શકે છે, જાણો વિગતે


1 એપ્રિલ, 2022થી આ ક્રેડિટ કાર્ડ પર એક પૈસો પણ વ્યાજ નહીં ચૂકવવું પડે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?