Social Media Calling to be Chargeable : વૉટ્સએપ (Whatsapp)ની સાથે સાથે તમામ સોશ્યલ મીડિયા એપ જેવી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી તમે ફ્રી વીડિયો કૉ
લિંગ કે ફ્રી વૉઇસ કૉલિંગનો લાભ ઉઠાવો છો, પરંતુ હવે આ માટે એક ખરાબ સમાચાર છે. હવે આ એપ્સ ફ્રી કૉલિંગની સુવિધા પોતાના યૂઝર્સને નહીં આપી શકે. ટ્રાઇ (TRAI)નો પ્રસ્તાવ લાગુ થયો તો તમારે કૉલ કરવા માટે ચાર્જ આપવો પડી શકે છે.
દૂરસંચાર વિભાગનો પ્રસ્તાવ -
The Economic Timesના એક રિપોર્ટ અનુસાર, દૂરસંચાર વિભાગ દ્વારા ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI) ને ઇન્ટરનેટ બેઝ્ડ કૉલને વિનિયમિત કરવાના પ્રસ્તાવ પર પોતાના વિચાર આપવાનુ કહેવામા આવ્યુ હતુ, TRAI એ વર્ષ 2008માં આ પ્રસ્તાવને પરત કરી દીધો હતો. ખરેખરમાં, તે સમયે ભારતમાં ઇન્ટરનેટનો વિકાસ શરૂ જ થયો હતો. હવે ડિજીટલની વધતી દુનિયાને જોતા દૂરસંચાર વિભાગે ફરી પોતાના આ પ્રસ્તાવને આગળ કરતા TRAI પાસે આના પર વિચાર કરવાનુ કહ્યું છે. દૂરસંચાર વિભાગ તરફથી કમ્પ્લેટ ઇન્ડસ્ટ્રી માટે Same Service, Same Rules ના સિદ્વાંત પર કામ કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે.
ઇન્ટરનેટ પર મફત કૉલિંગની સુવિધા ક્યારે ખતમ થઇ જશે -
ટ્રાઇએ 2008માં કહ્યું હતુ કે Internet Service Providers ને General Telephone Network પર ઇન્ટરનેટ કૉલ કરવાની પરમીશન આપવામાં આવી શકે છે, પણ તેમને ઇન્ટર કનેક્શન ચાર્જ પે કરવો પડશે. આની સાથે જ વૈધ અવરોધન ઉપકરણની સ્થાપના જરૂરી રહેશે અને જુદીજુદી સુરક્ષા એજન્સીઓનુ અનુપાલન કરવાનુ રહેશે. આ પછી ફરીથી 2016-17 માં આ વાત પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ખબરો અનુસાર, દૂરસંચાર વિભાગ ફરીથી આ વાતો પર વિચાર કરી રહ્યું છે.
ઘણા સમયથી ટેલિકૉમ ઓપરેટર (Telecom Operator) તમામ ઇન્ટરનેટ બેઝ્ડ કૉલિંગ અને મેસેજિંગ સેવાઓ માટે એવા જ કાયદા લાગૂ કરાવવા માંગે છે, જેમ કે દૂરસંચાર ઓપરેટરો અને ઇન્ટરનેટ સર્વિસ પ્રૉવાઇડર્સ (Inernet Service Provider) માટે છે.
આ પણ વાંચો...........
Updates: Twitterની મોટી ગિફ્ટ, 30 મિનીટની અંજર યૂઝર પોતાના ટ્વીટમાં કરી શકશે આ ખાસ કામ, જાણો વિગતે
WhatsApp, Instagram અને Facebook વાપરવા માટે હવે આપવા પડશે પૈસા ? કંપની બનાવી રહી છે આ પ્લાન
Facebook યુઝર્સને ઝટકો, કંપની બંધ કરવા જઇ રહી છે આ ફિચર, યુઝર્સ નહી કરી શકે આ કામ
WhatsApp Big Update: આવતા મહિનાથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ચેક કરી લો ફોનનુ લિસ્ટ.......