ફેસબુક ખૂબ જ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ભારતમાં ઘણા યુઝર્સ આ સોશિયલ મીડિયા નેટવર્કનો ઉપયોગ કરે છે. પરંતુ કંપની યુઝર્સને ઝટકો આપવા જઈ રહી છે. ફેસબુકનું એક ફીચર ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યું છે. જેના કારણે યુઝર્સ આગામી મહિના સુધી તે ફીચરનો ઉપયોગ કરી શકશે નહીં.


અમે અહીં જે ફીચર વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ Neighborhoods છે. આ એક હાઇપરલોકલ ફીચર છે. આ ફીચર 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે. આ ફીચરની મદદથી લોકો પોતાની આસપાસના લોકો સાથે જોડાઈ શકતા હતા.


આ સિવાય તે પોતાના વિસ્તારમાં નવી જગ્યાઓ પણ શોધી શકતા હતા. તે લોકલ કોમ્યુનિટીનો એક હિસ્સો છે. કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં આ ફીચર સૌ પ્રથમ વર્ષ 2022માં શરૂ કરવામાં આવ્યું હતું. આમાં યુઝર્સ પાસે પસંદગી હતી, તે સર્વિસ જોઇન કરે અને એક અલગ પ્રોફાઇલ બનાવી શકે છે.


આ સુવિધા ભારતમાં આવી નથી


જો કે, આ ફીચર મોટા પાયે બહાર પાડવામાં આવ્યું નથી. આ વિશે કહેવામાં આવ્યું હતું કે મેટા આ ફિચરના મહત્વને સમજી શક્યા નથી. Neighborhoodsને બંધ કરવાનો નિર્ણય પણ તે જ દર્શાવે છે. જોકે, કંપનીએ આ અંગે કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી.


કંપની હાલમાં ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે. તેનાથી કંપનીને ચોક્કસપણે મદદ મળશે. આ સિવાય Neighborhoods બંધ થવાને કારણે કંપનીના શેરધારકોને કોઈ ખાસ નુકસાન થશે નહીં. આ કારણોસર પણ કંપનીએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે.


કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે Neighborhoods શરૂ કરવાનો હેતુ સ્થાનિક સમુદાયને સાથે લાવવાનો હતો. પરંતુ કંપનીને જાણવા મળ્યું કે આ માટે શ્રેષ્ઠ રીત ગ્રુપ્સ છે. આ માટે કંપનીએ કેટલીક માર્ગદર્શિકા પણ તૈયાર કરી હતી. આ સેવા 1લી ઓક્ટોબરથી બંધ થઈ જશે.


IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક


Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો


Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ


Brahmastra: રિલીઝના 5 દિવસ પહેલાં આલિયા ભટ્ટે શેર કર્યો ફિલ્મના મેકિંગનો વીડિયો, રણબીર એક્શન કરતો દેખાયો