નવી દિલ્હીઃ આજના સ્માર્ટફોનનના જમાનામાં ઇન્ટરનેટ અને નેટવર્કની સારી સ્પીડ હોવી ખુબ જરૂરી છે. દરેક જગ્યાએ લોકોના હાથમાં તમને સ્માર્ટફોન મળી જશે, પરંતુ સારુ નેટવર્ક અને ઇન્ટરનેટની સ્પીડ નહીં મળી શકે. ઘણીવાર આપણા ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી થવાની આપણે પરેશાન થઇ જઇએ છીએ, ઘણાબધા કામો કરી શકાતા નથી. જો તમે 4જી ઇન્ટરનેટની સ્પીડ ઝડપથી ફાસ્ટ કરવા માંગતા હોય તો અહીં બતાવેલા સ્ટેપ બાય સ્ટેપ સેટિંગ્સ તમારા ફોન કરી દો, 4જી ઇન્ટનેટની સ્પીડ ફાસ્ટ થઇ જશે. ઇન્ટરનેટ સ્પીડ વધારવા કરો આ સેટિંગ્સ..... 


1- સૌથી પહેલા એ જાણી લો કે તમે રહો છો ત્યાં કૉપર કેબલની જગ્યાએ ત્યાં ફાઇબર કેબલનો કોઇ સર્વિસ પ્રૉવાઇડર છે કે નહીં. ફાઇબર કેબલમાં તમને ઇન્ટરનેટ અને નેટવર્કની સ્પીડ બન્ને સારી મળશે. એટલે ફાઇબર કેબલ વાળા નેટવર્કનો ઉપયોગ કરો.


2- જો હજુ પણ ફોનમાં ઇન્ટરનેટ ધીમુ ચાલી રહ્યું હોય તો ફોનમાં સેટિંગ્સ ચેક કરો. ફોનના સેટિંગ્સમાં જઇને નેટવર્ક સેટિંગમાં જાઓ, અહીં preferred type of network ને 4G કે LTE પર સિલેક્ટ કરો. 


3- જો હજુ પણ નેટવર્કમાં પ્રૉબ્લમ આવતો હોય તો નેટવર્ક સેટિંગમાં Access Point Network એટલે APNનુ સેટિંગ ચેક કરો.


4- સારી સ્પીડ માટે યોગ્ય APNનુ હોવુ જરૂરી છે. એપીએન સેટિંગ્સના મેનૂમાં જઇને સેટિંગ્સને ડિફૉલ્ટ રીતે સેટ કરો. આનાથી તમારા ઇન્ટનરેટની સ્પીડ વધી જશે. 5- સ્પીડ વધારવી હોય તો સોશ્યલ મીડિયા એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં જઇને તેમનુ ઓટો પ્લે વીડિયો મૉડ બંધ કરી દો. આ એપ વધુ ડેટા ખાય છે. આ ઉપરાંત બ્રાઉઝરમાં ડેટા સેવ મૉડમાં સેટ કરી દો. તમારા ફોનની ઇન્ટરનેટ સ્પીડ વધી જશે.


આ પણ વાંચો............ 


Gujarat politics: યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા, કહ્યુ- 'કોગ્રેસ પાર્ટી પદ વેચે છે'


Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી


SBI Clerk recruitment 2022: SBIમાં ક્લાર્કની 5000 થી વધુ જગ્યા માટે ભરતી બહાર પડી, આજથી અરજી પ્રક્રિયા શરૂ


Asia Cup 2022: હવે ભારતની ફાઈનલની ટિકિટ પાકિસ્તાનના ભરોસે? ભારત માટે હવે એશિયા કપમાં આટલી છે તક


Stock Market Today: શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17550 ની નીચે, ઓટો-આઈટી ટોપ લૂઝર


Ahmedabad: પોલીસકર્મીનો સહપરિવાર આપઘાત, ત્રણ વર્ષની બાળકી-પત્ની સાથે 12મા માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગતે