iPhone Tech Guide: માન લો કો તમે કોઇ ઓનલાઇન સ્ટૉર પરથી નવો iPhone 13 ઓર્ડર કરો છો, અને તેને એક ડુપ્લીકેટ પીસ આપી દેવામાં આવે ?  તો વિચારો કે શું થશે....  આવુ પણ બને છે. ખરેખરમાં છેલ્લા કેટલાય સમયથી આવી ઘટનાઓ સતત વધી રહી છે. આ વાત ગ્રાહકો માટે ખતરનાક સાબિત થઇ રહી છે. જો તમે તમારો આઇફોન અસલી છે કે નકલી તે જાણવા માંગતા હોય તો તેના માટે આસાન રીત છે, જેને ફોલો કરવાથી જાણી શકાય છે. 


IMEI નંબર કરો ચેક  - 
તમામ iPhone મૉડલમાં IMEI નંબર આપવામાં આવેલો હોય છે, IMEI નંબરથી જાણવુ સૌથી આસાન રીત છે, આનાથી જાણી શકાય છે તમારો આઇફોન અસલી છે કે નકલી. 


ફોનનો IMEI નંબર શોધવા માટે સૌથી પહેલા Settings માં  જાઓ. 
હવે General પર ક્લિક કરો. 
આ પછી અબાઉટ ઓપ્શન પર ટેપ કરો. 
હવે IMEI નંબર જોવા માટે નીચે સ્ક્રૉલ કરો. 
જો અહીં કોઇ IMEI કે સીરિયલ નંબર ના દેખાય તો તમારુ આઇફોન મૉડલ નકલી હોઇ શકે છે.


અસલી IMEI નંબરની આ રીતે કરો ઓળખ - 
iPhoneમાં IMEI નંબર હોવા છતાં પણ એ સ્પષ્ટ નથી થતુ કે iPhone અસલી છે કે નકલી, કેમ કે બની શકે છે કે IMEI નંબર નકલી હોય, આવામાં અસલી IMEI નંબરની ઓળક કરવા માટે પહેલા iPhone ના બૉક્સ પર આપેલા IMEI નંબરને જુઓ. હવે Apple ની વેબસાઇટ https://checkcoverage.apple.com/in/en પર જાઓ. અહીં IMEI નંબર વાળા ઓપ્શન પર ક્લિક કરીને ફોન બૉક્સ પર આપવામાં આવેલા IMEI નંબરને નોંધો, ત્યાં જો IMEI નંબર નોંધાયા બાદ કોઇ ડિટેલ ના મળે તો સમજી જાઓ કે તમારા હાથમાં જે iPhone છે, તે નકલી છે. 


ફોનનુ ઇન્ટરફેસ - 
જ્યારે તમે ફોનમાં સાઇન ઇન કરો છો, તો આ પ્રૉસેસને ધ્યાનથી જુઓ, જો આ આખી પ્રૉસેસમાં તમને ગૂગલ કે કોઇ અન્ય એકાઉન્ટની જાણકારી માંગવામાં આવે છે, તો સમજી જાઓ તે અસલી iPhone નથી. આ ઉપરાંત જો તમને તે ફોનમાં એન્ડ્રોઇડ વર્ઝન જેવુ કંઇક દેખાય છે તો પણ ફોન નકલી છે. 


ઓપરેટિંગ સિસ્ટમની કરો તપાસ - 
આઇફોન iOS પર કામ કરે છે, જો એપલ ફોન્સની ઓપરેટિંગ સિસ્ટમ છે, અને આ એન્ડ્રોઇડથી એકદમ અલગ છે. એટલા માટે તમે  તમારા આઇફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની પણ તપાસ કરી શકો છો. 


પોતાના આઇફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તપાસ કરવા માટે - 
સૌથી પહેલા સેટિંગ્સમાં જાઓ.
પછી સૉપ્ટવેર ટેબ પર જાઓ.
આઇઓએસ -સંચાલિત આઇફોન સફારી, હેલ્થ, આઇમૂવી જેવી કેટલીય નેટિવ એપ્સની સાથે આવે છે. આનાથી તમે જાણી શકશો કે તમારો આઇફોન અસલી છે કે નકલી.


 


આ પણ વાંચો......


Jio vs Airtel vs Vi: 84 દિવસ ચાલનારુ સૌથી સસ્તુ Recharge, એક મહિનાનો ખર્ચ માત્ર 141 રૂપિયા, જાણો


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ વરસ્યો, આ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો સામાન્ય ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


World Athletics Championships: નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો


ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ જાહેર


BSNLના 50 રૂપિયાથી સસ્તાં 3 ધાંસૂ Recharge, 24 રૂપિયા વાળો ચાલશે 1 મહિના, આપે છે Jio-Airtel-Viનો જોરદાર ટક્કર