નવી દિલ્હી: ફેસબૂક (Facebook) યૂઝર્સના ડેટા સુરક્ષાને લઈ ફરી સવાલો ઉઠી રહ્યાં છે. ફેસબૂકનો ઉપયોગ કરતા દુનિયાભરના 53 કરોડથી વધુ યૂઝર્સના ડેટા ઓનલાઈન લીક (Data leak) થઈ ગયા છે. શનિનવારે 50 કરોડથી વધુ લોકોના ફોન નંબર અને પર્સનલ માહિતી હેકર્સે સાર્વજનિક કરી દીધાં હતા.
લીક થયેલા ડેટામાં ફેસબૂકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગ (Mark zuckerberg)ના ફોન નંબર પણ સામેલ છે. તેની સાથે જ જાણકારી અનુસાર 60 લાખ ભારતીયોના ડેટા પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ ડેટા સુરક્ષાને લઈ કોઈ કાયદો નતી. ડેટા સુરક્ષા સંબંધિત એક ડેટા પ્રોટેક્શન બિલ લોકસભામાં પેન્ડિંગ છે.
બીજી તરફ ફેસબુક (Facebook) મામલે હેકર્સે 106 દેશોના યૂઝર્સના ડેટા સાર્વજનિક કરી દીધાં છે. એવી આશંકા છે કે, 60 લાખ ભારતીય યૂઝર્સના ડેટાને પણ હેક કરવામાં આવ્યા છે. હેકર્સે ફેસબુક આઈડી, નામ, એડ્રેસ, જન્મ તારીખ અને ઈ મેલ એન્ડ્રેસની પણ ચોરી કરી છે.
જો કે, ફેસબુક (Facebook) અનુસાર લીક થયેલા તમામ ડેટા 2019 પહેલાના છે. ડેટા લીક થયા બાદ તેને વ્યસ્થિત કરી દેવામાં આવ્યા છે. જો કે, જાણકારો અનુસાર જૂના ડેટાથી પણ હેકર્સ યૂઝર્ને નુકસાન પહોંચાડી શકે છે.
ફેસબૂક ડેટા લીક મામલે અગાઉ પણ વિવાદ થયો રહ્યો છે. બ્રિટનની કંપની કેબ્રિજ એનાલિટિકા (Cambridge Analytica) પર 5.62 લાખ ભારતીયનો ફેસબૂક ડેટા ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. કેંબ્રિજ એનાલિટિકા રાજનીતિક સલાહકાર તરીકે કામ કરે છે. તેને લઈને સીબીઆઈએ કેંબ્રિજ એનાલિટિકા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.
Akshay Kumar Corona Positive:અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, કહ્યું, ‘ઘરમાં ક્વોરોન્ટાઇન છું’
BCCIની વધી મુશ્કેલી, IPL શરુ થાય તે પહેલા જ આ સ્ટેડિયમના 10 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત