WIFI Password Tips-Tricks: આજકાલ પાસવર્ડ યાદ રાખવો ઘણા લોકો માટે એક મોટો ચેલેન્જ બની ગયુ છે. કેમ કે હાલની લાઇફમાં દરેક વ્યક્તિને કોઇને કોઇ પાસવર્ડ યાદ રાખવો ફરજિયાત થઇ ગયો છે, જો પાસવર્ડ ભૂલ જાય તો વ્યક્તિનુ મોટાભાગનુ કામ અટકી પડે છે. આમાં વાઇફાઇ પાસવર્ડ પણ સામેલ છે. જો તમે એન્ડ્રોઇડ ફોન યૂઝ કરો છો અને વાઇફાઇથી કામ કરો છો, તો તમારા માટે પણ પાસવર્ડ યાદ રાખવો ઘણી મુશ્કેલ બની જાતો હશે. ઘણીવાર પાસવર્ડ ભૂલી જઇએ તો ફોનમાંથી Forget WiFi કરીને તેને નવો બનાવી શકાય છે. પરંતુ શું તમને ખબર છે કે જો પાસવર્ડ યાદ ના હોય તો તમે એન્ડ્રોઇડ ફોનમાં સેવ્ડ WiFi નો પાસવર્ડ પણ જાણી શકો છો. જાણો આ માટે શું કરવુ પડશે તમારે......... 


એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સેવ્ડ WiFi Password જાણવાની રીત, સ્ટેપ બાય સ્ટેપ..........  


Android 10 કે તેનાથી ઉપર ચાલનારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાઓ, અહીં તમારે Network & Internet સર્ચ કરવાનુ છે. અલગ અલગ સ્માર્ટફોનમાં તમને આ સેટિંગ્સ Network કે Internet ના નામથી મળી જશે. 


અહીં તમારે હાલનુ કનેક્શન દેખાશે. અહીં તમે સેવ્ડ વાઇફાઇ પર ટેપ કરો. હવે તને નેટવર્ક ડિટેલ મળી જશે. કેટલાય સ્માર્ટફોનમાં સેવ્ડ નેટવર્ક પણ હોય છે, ત્યાં પણ ટેપ કરી શકો છો. 


વાઇફાઇ નેટવર્ક પર ટેપ કર્યા બાદ તમને Share નો ઓપ્શન દેખાશે. આના પર ટેપ કરતા જ તમારા ફોનમાં પાસવર્ડ માંગવામાં આવશે કે પછી ફિંગરપ્રિન્ટ સ્કેન કરી શકો છો. આના પછી એક QR કૉડ દેખાશે. આની ઠીક નીચે તમારા પાસવર્ડ લખેલો હશે. 


અહીં તમે તમારો પાસવર્ડ જાણી શકો છો. પાસવર્ડ જાણવા ઉપરાંત તમે અહીં પોતાનો વાઇફાઇ એક્સેસ કોઇને પણ QR કૉડ શેર કરીને આપી શકો છો. 


જો તમે તમારા દોસ્તો કે સંબંધીઓને પોતાનો વાઇફાઇનો પાસવર્ડ ડાયરેક્ટ શેર નથી કરવા માંગતા તો તેમને QR કૉડ આપી શકો છો. જોકે, QR કૉડથી અલગ શખ્સ તમારો વાઇફાઇ જાણી શકે છે આ કઇ રીતે શક્ય છે ? આ નેક્સ્ટ સ્ટૉરીમાં બતાવીશું........ 


આ પણ વાંચો...... 


Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત


IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો


Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ


યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારી નવી એડવાઇરી જાહેર કરી, જાણો વિદ્યાર્થીઓને ક્યાં ન જવાની આપી સૂચના?


Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના