નવી દિલ્હીઃ વૉટ્સએપ સ્ટેટસ અપડેટ યૂઝર્સને બીજા યૂઝર્સ સાથે ટેક્સ્ટ, ફોટો, વીડિયો અને જીઆઇએફ શેર કરવાની અનુમતિ આપે છે. અપડેટ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ છે, અને 24 કલાકના બાદ ગાયબ થઇ જાય છે. વૉટ્સએપ યૂઝર્સને વૉટ્સએપ સ્ટેટસને ફેસબુક સ્ટૉરી અને બીજી એપમાં શેર કરવાની પરવાનગી આપે છે. આ ફિચર એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને વૉટ્સએપના આઇફોન યૂઝર્સ બન્ને માટે ઉપલબ્ધ છે. ફેસબુક અને અન્ય એપ્સ પર વૉટ્સએપ સ્ટેટસ અપડેટ શેર કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ અહીં આપવામાં આવ્યુ છે. 


વૉટ્સએપ સ્ટેટસને ફેસબુક સ્ટૉરીજ પર કેઇ રીતે શેર કરવી.....
(How to share WhatsApp status update to Facebook Stories)


સૌથી પહેલા વૉટ્સએપ ઓપન કરો અને સ્ટેટસ પર જાઓ.
જો તમે એક નવુ કે જુનુ સ્ટેટસ અપડેટ શેર કરવા માંગો છો, તો તમને શેર કરવાનુ ઓપ્શન દેખાશે.
જો તમે એક નવુ સ્ટેટસ અપડેટ શેર કરવા માંગો છો, તો માય સ્ટેટસ પર જાઓ અને શેર ટૂ ફેસબુક સ્ટૉરી પર ટેપ કરો. 
હવે આ તમને ફેસબુક એપ માટે અલાઉ કરવા દો કે ખોલવા માટે કહેશે, તેના પર ક્લિક કરો અને ફેસબુક એપ પર જાઓ.
અહીં તે ઓડિયન્સનુ સિલેક્શન કરો જેની સાથે તમે શેર કરવા માંગો છો, પછી શેર નાઉ પર ટેપ કરો.
જુનુ સ્ટેટસ અપડેટ કરવા માટે, આઇફોન પર માય સ્ટેટસ કે એન્ડ્રોઇડમાં મૉર માય સ્ટેટસ પર ટેપ કરો. 
હવે, More ટેપ કરો પછી Facebook પર શેર કરો, પર ટેપ કરો. 
જો સંકેત આપવામાં આવે, તો Facebook એપ ખોલવા માટે અલાઉ કરી દો, કે ઓપન પર ટેપ કરો અને તે ઓડિયન્સનુ સિલેક્શન કરો જેની સાથે તમે શેર કરવા માંગો છો.
હવે શેર કરો અને ટેપ કરો.


વૉટ્સએપ સ્ટેટસને બીજી એપ્સ પર કઇ રીતે શેર કરવુ (How to share WhatsApp status update to other apps)


સૌથી પહેલા પોતાનુ વૉટ્સએપ ઓપન કરો.
જો તમે એક નવુ કે જુનુ સ્ટેટસ અપડેટ શેર કરવા માંગો છો, તો તમને શેર કરવાનો ઓપ્શન દેખાશે.
નવુ સ્ટેટસ અપડેટ શેર કરવા માય સ્ટેટસ પર જાઓ અને શેર કરો, ટેપ કરો.
જો તમે કોઇ જુનુ સ્ટેટસ અપડેટ શેર કરવા માગો છો, તો iPhone પર My Status કે Android પર My Status by More પર જાઓ.
આ પછી તમે જે સ્ટેટસ અપડેટને શેર કરવા માંગો છો, તેની આગળ More પર ટેપ કરો અને પછી શેર પર ટેપ કરો. 


આ પણ વાંચો.......... 


Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી


યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?


શેન વોર્નના નિધન બાદ કુંબલેએ જણાવ્યું, વોર્ન પોતાના મિત્રોનું કઈ રીતે ધ્યાન રાખતો, વાંચો મજેદાર કિસ્સો


VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો


24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન


Horoscope Today 6 March 2022: આજે છે વિનાયક ચતુર્થી, ગણપતિની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો તમામ રાશિનું રાશિફળ