હું તો બોલીશઃ રાજનીતિમાં મંથરા કોણ અને કોણ છે વિભિષણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2021 10:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી સરકારમાં જડમૂળથી ફેરફારો અને નો રિપિટેશનની થિયિર બાદ ભાજપમાં જ વિવાદ શરૂ થઇ ગયો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના જ સાંસદ નારણ કાછડીયા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. એબીપી અસ્મિતાને આપેલા ઈંટરવ્યૂને લઈને સોશલ મીડિયા પર ભાજપના સાંસદ નારણ કાછડીયાએ કોમેંટ કરી કે ગાંધીનગર આવ્યે ત્યારે નીતિનભાઈ સામે પણ નહોતા જોતા. કામની વાત તો બાજુએ રહી. આ અંગે અમે સાંસદ નારણ કાછડીયાનો ખાસ ઈંટરવ્યૂ કર્યો. જેમાં સાંસદ નારણભાઈ કાછડીયાએ સ્પષ્ટ વાત કરતા નીતિન પટેલે ભાજપના જ નેતાઓને ઈગ્નોર કર્યા હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ સૌરાષ્ટ્રમાં સૌની યોજના નીતિન પટેલના કાણે વિલંબમાં પડી હોવાનો આરોપ લગાવ્યો હતો.