હું તો બોલીશઃ LRD માટે માર્ચ મહિનામાં લેખિત પરીક્ષા યોજાય તેવી શક્યતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Nov 2021 10:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકરક્ષક દળની પરીક્ષા માટેની શારીરિક કસોટી 1થી 10 ડિસેંબરની આસપાસ શરૂ થશે જે 10મી ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરાશે. આ માહિતી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આપી છે. આજે ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે લોકરક્ષક દળની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો આવતીકાલથી ફી ભરી શકશે. 12મી નવેંબર સુધીમાં ઉમેદવારો ફી ભરી શકશે. અત્યાર સુધીમાં 98 હજાર જેટલા ઉમેદવારોએ ફી ભરી છે. ત્યાર બાદ 20મી નવેંબરની આસપાસ કૉલ લેટર ઈશ્યું કરવાની શરૂઆત કરાશે..માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં કૉંસ્ટેબલની લેખિત પરીક્ષા યોજાય તેવી સંભાવના છે.