Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Continues below advertisement

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ

 

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 

ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ વરસશે.  સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

જયારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. ગુજરાતમાં સિઝનનો વરસાદમાં 3 ટકા ઓછો રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram