ગીરનારના પહાડોમાં 10 ઇંચ વરસાદ, દામોદર કૂંડ બે કાંઠે, જુઓ વીડિયો
Continues below advertisement
જૂનાગઢઃ ગઈકાલે સવારથી વરસાદે જોરદાર બેટિંગ શરૂ કરી હતી અને અવિરત વરસાદ પડતા શહેરમાં પાણી પાણીનો નજારો જોવા મળ્યો હતો, ત્યારે મોડી રાત્રે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અનરાધાર વરસાદના લીધે શહેરના રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હતા અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ગીરનારના પર્વતોમાં દિવસથી રાત્રી દરમિયાન 10 ઇંચ વરસાદ પડતા પહાડોમાંથી પાણીના ઘોધ જોવા માળીયા હતા અને ભવનાથ તળેટીથી દામોદર કુંડમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. દામોદર કુંડમાં બે કાંઠે વહેતો જોવા મળ્યો હતો. ભારે વરસાદના લીધે દામોદર કુંડમાં ધસમસતા પાણીને જોવા શહેરીજનો પણ મોડી રાત્રે ઉમટી પડ્યા હતા. જ્યારે શહેરના ગાંધી ચોકમાં એક ખાનગી ટ્રાવેલ્સની બસ પણ ખાડામાં ફસાઈ ગઈ હતી. જોકે કોઈ જાનહાની થવા પામી નહોતી ત્યારે મહાનગર પાલિકાની મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.
Continues below advertisement