અમરેલીઃ એક સાથે 11 સિંહોનું ટોળું કેમેરામાં થયું કેદ, ટ્રાવેલ્સમાં બેઠેલા મુસાફરે ઉતારેલો વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમરેલીઃ ગઈકાલે સોશિયલ મીડિયામાં સિંહના ટોળાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. લીલીયાના ટીંબડી નજીક સિંહોનું ટોળું રસ્તા પર આવી ગયું હતું. આ સિંહો નું ટોળું લીલીયાના અંટાલીયા સુધી પહોંચી ગયું હતું. સિંહ, સિંહણ સાથે બાળસિંહો રસ્તા પર ફરતાં મોબાઈલમાં કેદ થયા છે. ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસેલ મુસાફરે 11 સિંહના ટોળાનો વીડિયો ઉતાર્યો હતો. જે હાલ ભારે વાયરલ થયો છે.