રાજકોટઃ ડ્રાઇવરને બંધક બનાવી ટ્રક સહિત 18.5 લાખના જીરાની લૂંટ, સીસીટીવીને આધારે તપાસ શરૂ
Continues below advertisement
રાજકોટઃ જેતપુરના જેતલસર હાઇવે પર 18.5 લાખના જીરું ભરેલ ટ્રકની લૂંટ થઈ છે. ટ્રક સહિત 18.5 લાખના મુદ્દામાલની છ શખ્સોએ નકલી પોલીસ બની લૂંટ ચલાવી છે. કારમાં આવેલ 6 શખ્સો પોલીસની ઓળખ આપી ટ્રક લઈ ડ્રાઈવરને ગાડીમાં બેસાડી ધોરાજીના જમનાવડની એક વાડીમાં લઈ ગયા હતા. અહીં મંદિરની અંદર બંધ કરી લૂંટારું નાશી ગયા હતા. ડ્રાઈવર રાજેશ રવજીભાઈ ટાંકે જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જીરું ગોંડલ યાર્ડની જય યોગેશ્વર પેઢીમાંથી ભરી જૂનાગઢ લઇ જવાઈ રહ્યું હતું. આ બનાવ રાત્રે 11.30 કલાકે બનેલ હતો. પોલીસ ટોલ નાકાના સી.સી.કેમેરા આધારે તાપસ કરી રહી છે. આ અંગે જેતપુર તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે. ટ્રકમાં જીરાની 194 ગુણી હતી. જેની અંદાજીત કિંમત 17 લાખ જેટલી થાય છે. જ્યારે ટ્રકની કિંમત 1.5 લાખ થાય છે. કુલ 18.5 લાખની લૂંટ ચલાવાયઇ છે.
Continues below advertisement