રાજકોટઃ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 25 લાકના સોના-ચાંદીના ઘરેણાની લૂંટ, સામે આવ્યા સીસીટીવી

Continues below advertisement
રાજકોટઃ શહેરના લીંબડા ચોક પાસે આવેલા નવા બસસ્ટેન્ડમાં લૂંટની ઘટના આવી સામે આવી છે. લૂંટારુઓએ સોના-ચાંદીના 25 લાખના ઘરેણાંની લૂંટ ચલાવી છે. બનાવ બનતા પોલીસે અંગડિયા પેઢીના કર્મચારીની પૂછપરછ કરી છે.

રાજકોટના સોરઠીયાવાડી વાડી સર્કલ પાસે આવેલી અક્ષર આંગડિયા પેઢીનો કર્મચારી જસદણથી સુરત જતો હતો ત્યારે રાજકોટ બસસ્ટેશનમાં આ બનાવ બન્યો છે. સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે સમગ્ર લૂંટ નો બનાવ. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. .એક વ્યક્તિ આંગળીયા પેઢીના કર્મચારી પાસે આવે છે તેને પછાડીને સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ જાય છે. લૂંટ પ્રથમ નજરે જોતા શંકાસ્પદ લાગે છે પોલીસ ને શંકા છે કે લૂંટમાં આંગડિયા પેઢીનો જ કર્મચારી હોઈ શકે છે. પોલીસે આ કર્મચારીની સઘન પૂછપરછ હાથ ધરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram