પ્રદૂષણ રોકવાના સંદેશ સાથે સુરતમાં યોજાયા અનોખા સમુહલગ્ન, એક સાથે 251 વરરાજાઓ સાઇકલ પર સવાર થઈ નિકળ્યા

Continues below advertisement
દિલ્લી પ્રદૂષણથી ત્રસ્ત છે ત્યારે સુરતમાં પ્રદૂષણની સામે લડવા એક નવતર પ્રયોગ થયો છે. સુરતમાં 251 વરરાજાઓ કારના બદલે સાઈકલ પર જાન લઈને નિકળ્યા. સુરત કલેકટર મહેંદ્ર પટેલે જાનની આગેવાની કરી. સુરતમાં યોજાયેલા સમુહ લગ્નમાં વરાછા વિસ્તારમાં વરરાજાઓ સાઈકલ પર જાન લઈને નિકળ્યા. આ વરરાજા પ્રદૂષણ સામે લડવાનો સંદેશ આપ્યો છે. સુરત ઔદ્યોગિક નગરી છે અને પ્રદૂષણ સામે ઝઝુમી રહી છે ત્યારે પ્રદૂષણ ઓછુ કરવા માટે આ વરરાજાઓએ અનોખી રીત અપનાવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram