બિહારઃ છોકરીએ બીજી છોકરીની અશ્લિલ તસવીર કરી વાયરલ ને પંચાયતે આપી એવી સજા કે...

Continues below advertisement

બેતિયાઃ બિહારના પશ્વિમ ચંપારણમાં નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કટૈયા ગામમાં થાંભલા સાથે બાંધીને એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે ચારની ધરપકડ કરી છે.  યુવતી પર ગામની જ એક યુવતીનો અશ્લિલ ફોટો વાયરલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે,  પીડિતના પરિવારે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી નહોતી.

 નૌરંગિયા પોલીસ અધિકારી હરેન્દ્ર પ્રસાદના કહેવા પ્રમાણે, ઘટના પરસ્પર વિવાદ સાથે સંબંધિત છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. મળતી વિગતો અનુસાર, કટૈયામા મિસ્ત્રીની કામ કરતા એક વ્યક્તિની દીકરીએ ગામની જ એક યુવતીનો ફોટો વાયરલ કરી દીધો હતો. બાદમાં પંચાયત ભરવામાં આવી હતી. પંચાયતમાં યુવતીને દોષિત ઠેરવામાં આવી હતી અને બાદમાં તેને થાંભલા સાથે બાંધીને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો

 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram