ઓપિનિયન પોલઃ ભાજપ ફરી સત્તામાં આવશે, જાણો મળશે કેટલી બેઠકો ? કોંગ્રેસને ફાળે કેટલી બેઠકો ?
Continues below advertisement
અમદાવાદ: એબીપી ન્યુઝના ઓપિનિયન પોલ જાહેર કરી દેવામાં આવ્યો છે.એબીપીના સર્વે પ્રમાણે, ભાજપ પાટીદાર અનામત આંદોલન, નોટબંધી, જીએસટી સહિતના અનેક પડકારો છતાં સત્તા પર વાપસી કરી શકે છે. ભાજપને આગામી વિધાનસભા ચૂંટણીમાં 113-121 બેઠકો મળી શકે છે જ્યારે કોગ્રેસને 58-64 બેઠકો મળી શકે છે. તે સિવાય અન્ય પક્ષોને 1-7 બેઠકો મળી શકે છે.
ઉત્તર ગુજરાતમાં ભાજપને પાટીદાર અનામત આંદોલનની અસર થતી જોવા મળી રહી છે. તે સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભાજપને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
ગુજરાતની ચૂંટણી અગાઉ એબીપી ન્યૂઝ અને લોકનીતિ-સીએસડીએસના ઓપિનિયન પોલ પ્રમાણે, ગુજરાતમાં બીજેપીની સરકાર બની શકે છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં એબીપી ન્યૂઝ-લોકનીતિ-સીએસડીએસએ આ ઓપિનિયન કર્યો છે.
Continues below advertisement