અમદાવાદઃ કારમાં બેસેલી મહિલા દસ રૂપિયાની નોટો લેવા ગઈ ને પાછળથી 14 તોલો સોનું થયું છૂમંતર, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ રોડ ઉપર ફેંકેલી 10- 10ની 10 નોટો વીણવા ગયેલી જ્વેલર્સ શોપના માલિકની પત્નીની ગાડીમાંથી 2 ગઠિયા 10 સેકન્ડમાં સોનાના 140 ગ્રામ વજનના 2 લાખ 10 હજારની કિંમતના દાગીના ચોરી ગયો અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ. ગ્રાહકોના દાગીનાને હોલમાર્ક કરાવવા માટે વેપારી ઈડરથી ગાડીમાં પત્ની સાથે અમદાવાદ આવ્યા હતા.
ઈડરમાં જ્વેલર્સ શોપ ધરાવતા અનિલકુમાર રમણલાલ સોની ગ્રાહકોના સોનાનો જડતરનો સેટ, સોનાની ચેઈન, સોનાનો હાથનો પાયાને હોલમાર્ક કરાવવા માટે લેડીઝ પર્સમાં દાગીના મૂકીને ગાડીમાં પત્ની સાથે અમદાવાદ આવ્યા. સવારે અનિલકુમારે ગાડી સીજી રોડ પરના રેમન્ડના શો રૂમ બહાર પાર્ક કરીને જે. જે. મોદી જ્વેલર્સમાં ગયા અને શિલ્પાબહેન ગાડીમાં બેઠાં હતાં અને 2 લાખ 10 હજારના દાગીના ભરેલુ પર્સ બાજુની સીટ ઉપર મૂક્યું હતું. ત્યારે 25 વર્ષનો એક યુવાન તેમની ગાડી પાસે આવ્યો હતો અને કહ્યું કે બહેન તમારા પૈસા પડી ગયા છે. આ સાંભળીને જ શિલ્પાબહેન ગાડીમાંથી નીચે ઉતરીને નોટો લેવાં ગયાં અને 10 સેકન્ડમાં 10-10ની 10 નોટો લઇને તે ગાડીમાં આવ્યા અને જોયું તો દાગીના ભરેલુ પર્સ ન હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ. હાલ તો નવરંગપુરા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ શરૂ કરી છે.