અમદાવાદઃ ડ્રાઇવર નકલી નોટો વીણવા ગયો ને ગઠિયો કારમાંથી લેપટોપ-રૂપિયા ઉઠાવી ગયો

Continues below advertisement
અમદાવાદઃ શેહરના પંચવટી વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ હોટેલ પાસે કારમાંથી લેપટોપ અને રોકડ રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના બની છે. કાર ચાલકને એક ઠગે નીચે રૂપિયા પડ્યા હોવાનું કહેતા ચાલક નીચે રૂપિયા વીણવા લાગ્યો હતો. આ તકનો લાભ લઈ અન્ય એક ગઠિયો કારની પાછળનો દરવાજો ખોલી રૂપિયા અને લેપટોપ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે ફરિયાદ થતાં પોલીસે સીસીટીવી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ આ ઘટનાને અંજામ આપતાં નજરે ચડી રહ્યા છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram