પોલીસ છપાવેલા ફોર્મ વહેચ્યા વગર જ પડ્યા રહ્યા, નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનું અભિયાન નિષ્ફળ
Continues below advertisement
અમદાવાદઃ દિવાળીના દિવસોમાં લોકોમાં લૂંટના બનાવથી બચવા માટે પોલીસ તંત્ર દ્વારા જાગૃતિ ફેલાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે ફોર્મ છપાવવામાં આવ્યા હતા. પોલીસ આ ફોર્મ લોકો સુધી પહોચાડવામાં અને જાગૃતી ફેલાવવામાં નિષ્ફળ રહી હતી. પોલીસનું આ અભિયાન નિષ્ફળ જતા આમ જતાના ટેક્સના લાખો રૂપિયાનો વ્યય થયો છે. અને આ અભિયાનનું કોઇ નક્કર પરિણામ આવ્યુ નં હતું. આ મામલે પોલીસની નિષ્ક્રીયતા સામે આવી હતી.
દિવાળીના તેહવારમાં ચોર અને લૂંટ કરતી ટોળકી સક્રીય થતી હોય છે. આવા લોકો સામે આમ જનતાને રક્ષણ મળી રહે તે માટે તે માટે ફોર્મ ભરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેથ કરીને લોકોને જાગૃત કરી શકાય પરંતુ પોલીસની નિષ્ક્રીયતાને લીધે ફોર્મ નહિ ભરતા પસ્તી બની ગયા હતા. આ ફોર્મને ન્યૂઝ પેપરમાં નાખીને ઘરે ઘરે પહોંચાડવાના હતા પરંતું. પોલીસ આ કામમાં રસ નહોતો દાખવ્યો જેના લીધે આ ફોર્મ પડી રહ્યા હતા. જે લોકો સુધી આ ફોર્મ પહોંચ્યા હતા તે જાગૃત નાગરિકોએ તેને સાચવી રખ્યા હતા.
Continues below advertisement