ભાજપ નેતાના પુત્ર સામે બળાત્કારના આક્ષેપઃ અલ્પેશ ઠાકોર-મેવાણીએ શું કહ્યું પોલીસને? જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગરઃ પાટડીની દલિત યુવતી પર ભાજપના નેતા જયંતિ પટેલના પુત્ર બિટુએ બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો હતો. લગ્નની લાલચ આપીને આરોપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને ભગાડી ગયો હતો અને મંદિરમાં લગ્ન કર્યા હતા. આ પછી અમદાવાદ અને સુરતના ગેસ્ટ હાઉસમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.અમદાવાદ અને સુરતમાં સાથે રહ્યા પછી બિટુ અચાનક યુવતીને છોડીને ચાલ્યો હતો. બિટુ છોડીને ચાલ્યો જતો યુવતી ઘરે પરત ફરી હતી અને પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બળાત્કારની ફરિયાદ થતાં સમગ્ર પાટડીમાં ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારે ગઈ કાલે યુવક પોલીસ સમક્ષ હાજર થયો હતો. આજે ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. વીડિયોમાં જુઓ શું કરી રજૂઆત.
Continues below advertisement