નરોડા ગામ કેસ: અમિત શાહ કોર્ટમાં પહોંચ્યા, સાક્ષી તરીકે આપી રહ્યા છે જુબાની
Continues below advertisement
અમદાવાદ: નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન કોડનાનીના બચાવપક્ષે સાક્ષી તરીકે જુબાની આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ સ્પે.કોર્ટ પહોંચ્યા છે. તેઓ હાલ કોર્ટ રૂમમાં જુબાની આપી રહ્યા છે. તેમણે પહેલા સાચું બોલવાના શપથ લીધા હતા. આ પછી માયા કોડનાનીના બચાવ પક્ષ તરફથી અમિત શાહનું નિવેદન લેવાનું શરૂ કરાયું છે.
નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન તરફે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની આપવા માટે બોલાવવા જુલાઇ માસમાં અરજી કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખતા આજે અમિત શાહ હાજર થયા છે. હાલ માયા કોડનાની, બાબુ બજરંગી કોર્ટ પહોંચી ગયા છે. અન્ય આરોપીઓ પણ હાલ કોર્ટમાં હાજર છે. સરકારી વકીલ સુરેશ શાહ, ગૌરાંગ વ્યાસ, માયા કોડનાનીના વકીલ અમિત પટેલ, એસ.આઈ.ટી.ના વકીલ વી.કે. મલ્હોત્રા કોર્ટમાં પણ હાજર છે. આ કેસ મહત્વપૂર્ણ હોવાથી અન્ય વકીલો પણ હાજર હોવાથી કોર્ટરૂમ ખીચોખીચ ભરાઇ ગયા છે.