રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું, જાણો અશોક ગેહલોતે અહમદ પટેલની જીતને લઈને શું કર્યો ખુલાસો? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: 21 વર્ષ પછી યોજાઇ રહેલી રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલની જીત નિશ્ચિત છે અને જરૂર કરતા વધુ મતોથી અહમદ પટેલ જીતશે.
તેમનું માનવું છે કે શંકરસિંહ વાધેલા સહિત તેમના સમર્થક ધારાસભ્યોના મત પણ અહમદ પટેલને મળશે. જે રીતે શંકરસિંહ વાધેલાએ પોતાના જન્મદિવસે જાહેરાત કરી હતી તે પ્રમાણે તેઓ પોતાનું વચન નિભાવશે તેવી આશા છે. સાથે જ કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ અહમદ પટેલને જીતાડશે, ભાજપની કોઇપણ દબાણની નીતિ કામ નહિ આવે. રાહુલ ગાંધી પર હુમલો કરીને ભાજપે પોતાની નિષ્ફળતા દર્શાવી દીધી છે.
Continues below advertisement