અસ્મિતા મનોરંજન:માતૃભાષાનું મહત્વ સમજાવતું ફિલ્મ 'મિશન મમ્મી'નું ખાસ ગીત, જુઓ વીડિયો

Continues below advertisement

ગુજરાતી ફિલ્મોના નવા દોરમાં નવી પેઢી મલ્ટીપ્લેક્સમાં પોતાની ભાષાની ફિલ્મો માણતી થઈ છે. ત્યારે તદ્દન નવા અને સુંદર વિષય સાથેની પારિવારીક ફિલ્મ આવી છે ‘મિશન મમ્મી’. જેને લોકો ઘણીજ પસંદ કરી રહ્યા છે. એવામાં ફિલ્મમાં સલોનીનું પાત્ર ભજવતી કલાકાર આશનાએ એબીપી અસ્મિતાને એક ખાસ વીડિયો મેસેજ મોકલી સુંદર ગીત શેર કર્યુ છે. 

માતા અને માતૃભાષાની આસપાસ રચાયેલી આ ફિલ્મનું સંગીત ખૂબ જ સુંદર છે. આવું જ એક ગીત આ ફિલ્મમાં છે જે ગુજરાતી ભાષાને ઉાજગર કરતી. ગીતમાં ગુજરાતી સંગીત જગતમાં ખાસ સ્થાન ધરાવતા કલાકારોએ સ્વર આપ્યો છે. 2010માં ‘બેટર હાફ’ સાથે ગુજરાતી ફિલ્મોને નવું રૂપ આપનારા આષિશ કક્કડના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘મિશન મમ્મી’ની વાર્તા ઘીરૂબહેન પટેલના નાટક ‘મમ્મી, તું આવી કેવી’ પરથી પ્રેરિત છે. ફિલ્મમાં મમ્મીની મુખ્ય ભૂમિકામાં જાણીતા લેખિકા, રેડિયો પ્રેઝન્ટર અને અભિનેત્રી આરતી પટેલ છે, જ્યારે પપ્પાના રોલમાં છે રાજ વઝીર. બાળ કલાકારોમાં છે આશના, સત્યમ અને સૌમ્ય છે.

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram