બહુ જલ્દી માર્કેટ આવશે આ કંપનીની ઇલેક્ટ્રિક કાર, જાણો કેટલી હશે કિંમત
સુઝુકી મોર્ટસ કૉર્પ ભારતમાં તેમની પહેલી ઇલેક્ટ્રીક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ વર્ષ 2025 સુધીમાં કંપની ભારત પહેલી ઇલેક્ટ્રીક કાર લોન્ચ કરી શકે છે. સુઝુકી મારૂતિની સાથે મળીને કામ કરી રહી છે. આ કારની કિંમતની વાત કરીએ તો 15 લાખથી માંડીને 10 લાખ સુધીની દર્શાવવામાં આવી છે. જો કે હાલ ભારતમાં ઇલેકટ્રિક વાહનનું વેચાણ ખૂબ જ ધીમું છે. ભારત સરકાર વર્ષ 2030 સુધીમાં 30 ટકા ઇલેક્ટ્કિ વાહનોનું લક્ષ્ય નિશ્ચિત કરી ચૂકી છે. ઇલેક્ટ્રીક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ વધારવા માટે સરકાર સબસિડી પણ આપી રહી છે. હાલ ગુજરાત સરકારની નવી EV પોલિસીના કારણે પણ રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. સુજુકીની ઇલેક્ટ્રીક કારના લોન્ચિંગને હજુ સમય છે પરંતુ Maruti Suzuki Wagon R EV ઝડપથી લોન્ચ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.