સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાંથી3 વર્ષના બાળકનું કરાયું અપહરણ, ઘટના CCTVમાં કેદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત: સુરતની સ્મીમેર હોસ્પિટલનું તંત્ર ફરી એકવાર ઊંઘતું ઝડપાયું હતું. હોસ્પિટલમાંથી એક મહિલા વહેલી સવારે ત્રણ વર્ષના બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી. ગાયનેક વોર્ડમાં દાખલ 3 વર્ષના બાળકને કોઈ અજાણી મહિલા લઈને જતી રહી હતી. જે અંગે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે સીસીટીવીના આધારે અજાણી મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સ્મીમેર હોસ્પિટલમાં ગાયનેક પ્રોબ્લેમના કારણ ગણેશ રાઠોડની પત્નીને દાખલ કરવામાં આવી હતી. સી-1 વોર્ડમાં દાખલ કરાયેલી મહિલા તેના 3 વર્ષ પુત્ર સાથે સૂતી હતી. એ દરમિયાન કોઈ અજાણી મહિલા 3 વર્ષના પુત્રને કાંખમાં લઈને નાસી ગઈ હતી. ત્યારબાદ માતાની આંખ ખુલતા પુત્રને પાસે ન જોતા રાડા રાડ કરી મુકી હતી. અને વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.