ટર્કિસ એયરલાઈન્સની ફ્લાઈટમાં 42,000 હજારની ઉંચાઈએ થયો બેબીનો જન્મ, જુઓ વીડિયો

Continues below advertisement

નવી દિલ્લી: રવિવારે તૂર્કી એયરલાઈન્સના કર્મચારીઓને એક નાના મહેમાનનુ સ્વાગત 42,000 ફૂટની ઉંચાઈએ અચાનક કરવું પડ્યું હતું. 28 અઠવાડિયાની ગર્ભવતી નૈફી ડૈબીને ફ્લાઈટમાં અચાનક લેબર પેન થવાનું શરૂ થયું હતું. જે પછી ફ્લાઈટના કર્મચારીઓએ તેની ડિલિવરીમાં ઘણી મદદ કરી હતી. પ્લેનમાં હાજર અમુક લોકોએ પણ નૈફીની મદદ કરી હતી.

લેબર પેન ઉપડ્યા પછી થોડીવારમાં નૈફીએ એક છોકરીને જન્મ આપ્યો હતો. તૂર્કી એરલાઈન્સે આ વાતની જાણકારી પોતાના ટ્વિટર હેંડલ મારફતે આપી હતી.

હાલ નૈફી અને તેની પુત્રી બુર્કિના એક હોસ્પિટલમાં છે અને બન્નેની હાલત એકદમ સ્વસ્થ બતાવવામાં આવી રહી છે. તુર્કી એયરલાઈન્સનના કેબિન ક્રૂએ નૈફી અને તેની પુત્રીની સાથે પોતાની તસવીર પણ ટ્વીટ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram