Video: બેટ્સમેને ફટાકાર્યો એવો શોટ, બોલરના માથે વાગી બોલ બાઉન્ડ્રી બહાર

Continues below advertisement
નવી દિલ્હી: ક્રિકેટની કૉમેન્ટ્રીમાં અવારનવાર સાંભળવા મળે છે કે – બેટ્સમેને બોલરના માથા ઉપરથી બોલને ઉછાળીને સિક્સ ફટકારી પણ ન્યૂઝીલેન્ડમાં રમાયેલી એક મેચમાં આવું જોવા પણ મળ્યું. અહીં એક બેટ્સમેને એવો ચોંકાવનરો શૉટ લગાવ્યો કે, બોલ બોલરના માથે ટકરાઈને સીધી બાઉન્ડ્રીની બહાર પડી. એમ્પાયરે આને સિક્સ ગણાવી. સારી વાત એ રહી કે, બોલરને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તે સંપૂર્ણ રીતે ફીટ છે.

આ ઘટના ન્યૂઝીલેન્ડની ડૉમેસ્ટિક ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રૉફીની છે, જેમાં 50-50 ઓવર્સની મેચ રમાય છે. બુધવારે ઑકલેન્ડ અને કેન્ટરબેરી વચ્ચે ટૂર્નામેન્ટની ફાઈનલ હતી. ઈનિંગની 19મી ઓવરમાં ઑકલેન્ડના બેટ્સમેન જીત રાવલે એન્ડ્ર્યૂ એલિસના બોલ પર શૉટ લગાવ્યો, જે બોલરના માથામાં ટકરાયો. શૉટની સ્પીડનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે, બોલ એલિસના માથે વાગ્યા બાદ બાઉન્ડ્રી પાર કરી ગઈ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram