રશિયામાં ખરાબ સર્વિસથી નારાજ કસ્ટમરે બેન્કમાં કરાવ્યો સ્ટ્રિપ ડાન્સ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોસ્કોઃ રશિયામાં એક બેન્કની સર્વિસથી નારાજ એક વ્યક્તિએ બેન્કમાં સ્ટ્રિપર ડાન્સ પાસે સ્ટ્રીપ ડાન્સ કરાવી વિરોધપ્રદર્શન નોંધાવ્યો હતો. રશિયાની સૌથી મોટી બેન્ક ગણાવી સ્બેરબેન્કની મોસ્કોમાં આવેલી એક બ્રાન્ચની ખરાબ સર્વિસથી નારાજ એક વ્યક્તિએ બેન્કમાં સ્ટ્રિપ ડાન્સરો બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
વ્યક્તિનો આરોપ છે કે બેન્કના કર્મચારીઓ ગ્રાહકો સાથે ઉદારતા રાખતા નથી. વીડિયોમાં બે યુવતીઓ ડાન્સ કરતા કરતા બેન્કના કર્મચારીઓ સામે કપડા કાઢતી જોવા મળી રહી છે. બેન્કના પીઆર ઓલેગ વ્લાસોવે જણાવ્યું હતું કે, આ ઘટના મે મહિનામાં મોસ્કોમાં આવેલી સ્બેરબેન્કની એક બ્રાન્ચમાં બની હતી. આ ઘટના અગાઉ તે ગ્રાહકની સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવ્યો હતો. બેન્કે તે વ્યક્તિ વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.