બિહારઃ પટણાની કોલેજમાં સરસ્વતી પૂજાના નામ પર અશ્લિલ ડાન્સ, બાર ડાન્સરોએ લગાવ્યા ઠુમકા
પટણાઃ વસંત પંચમીના દિવસે કોલેજ અને સ્કૂલોમાં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ અવસર પર બિહારની રાજધાની પટણાની બીએન કોલેજમાં સરસ્વતીની પૂજાનું આયોજન કરવામાં આવે છે. સોમવારના દિવસે આયોજીત મા સરસ્વતીની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતુ પરંતુ અહીં મોડી રાત સુધી કોલેજની હોસ્ટેલમાં જાગરણન નામ પર જે કાંઇ થયું તેને લઇને વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં સરસ્વતીની પૂજાના નામે કોલેજની હોસ્ટેલમાં બાર ડાન્સરોને બોલાવવામાં આવી હતી.
બાર ડાન્સરો નાના કપડા પહેરીને અશ્લીલ ડાન્સ કરી રહી હતી અને વિદ્યાર્થીઓએ તેનો આનંદ માણ્યો હતો. બાર ડાન્સરોએ પૂજા સમિતિના બેનર હેઠળ અશ્લિલ ડાન્સ કર્યો હતો. અશ્લિલ ગીતોના તાલે ડાન્સરોએ ડાન્સ કર્યો હતો. જોકે, આ પ્રકારના આયોજનથી અનેક લોકોની લાગણીઓ દુભાઇ હતી. હાલમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીસી રામ બિહારી સિંહે આ મામલે કોલેજના અધિકારીઓને નોટિસ પાઠવી છે. કોલેજના વીસીનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ જાગરણની વાત કરી ને કાર્યક્રમની મંજૂરી માંગી હતી. જોકે, વિદ્યાર્થીનીઓએ કહ્યુ હતુ કે કેટલાક વિદ્યાર્થીઓએ પૂજાના નામે અશ્લિલ ડાન્સ કરાવી યુવતીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકી દીધી હતી.