વડોદરાઃ લગ્નમાંથી પરત ફરતાં પરિવારને NH-8 પર નડ્યો અકસ્માત, માતા-પુત્રનાં મોતથી અરેરાટી, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરા: લગ્નમાંથી પરત ફરી રહેલા મિસ્ત્રી પરિવારને નેશનલ હાઇવે-8 પર અકસ્માત નડ્યો છે. ટ્રકે કારને ટક્કર મારતાં માતા-પુત્રનું મોત થયું છે. જ્યારે પરિવારના અન્ય સભ્યોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડાયા છે. આજે વહેલી સવારે કપુરાઇ બ્રિજ પાસે બારડોલીના પરિવારને અકસ્માત નડ્યો હતો.. અકસ્માતમાં બે બાળકો સહિત 6ને નાની મોટી ઇજાઓ થઈ છે. પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલક ઉમેશભાઇ મિસ્ત્રી અને તેમની માતા રંજનબહેન મિસ્ત્રીનું સ્થળ પર મોત નીપજ્યું હતું.
Continues below advertisement