કાનપુર પોલીસ બાઇક સાથે આ વ્યક્તિને પણ ટોઇંગ કરી ગઇ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાનપુરઃ ઉત્તરપ્રદેશના ટ્રાફિક પોલીસના એક ક્રેઇનમાં આજે અલગ નજારો જ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર રીતે પાર્ક કરેલી કાર અને બાઇકને ક્રેઇન મારફતે ટોઇંગ કરતી હોય છે પરંતુ આજે એક બાઇકચાલકને તેની બાઇક સાથે ટોઇંગ કરીને લઇ જતી જોવા મળી હતી.
એક રિપોર્ટ પ્રમાણે, એક વ્યક્તિ બાઇક પરથી નીચે ઉતરવાનો ઇનકાર કરતા કાનપુર ટ્રાફિક પોલીસે તેને પણ તેની બાઇક સાથે લઇ ગઇ હતી. ન્યૂઝ એજન્સીએ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે વ્યક્તિ હેલ્મેટ પહેરીને પોતાની બાઇક પર બેસેલો જોઇ શકાય છે.