ભાજપના નેતાએ ગુંડાઓનું ટોળું લઈને કરીને તોડફોડ, કોમી ઉશ્કેરણીનો આક્ષેપ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીના કોડીનારમાં આતંકના મામલે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન થઇ છે. દીનુ બોઘા સોલંકી તોફાની ટોળાને ઉશ્કેરીને હિંસા માટે ભડકાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેની સીડી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ સમગ્ર સીડી અને ફોટોગ્રાફ જોયા બાદ કોર્ટે પોલીસની કામગીરી પર ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. અને રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
દ્રશ્યોમાં તમે જે જોઈ રહ્યા છો તે ઘટના છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની. ઓક્ટોબર મહિનામાં બનેલી આ ઘટનામાં દીનુ સોલંકી અને તેના મળતિયાઓ એક મકાનની બહાર ઉભેલી ગાડીની તોડફોડ કરી રહયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટના સ્થળે ત્યાંના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર પણ હાજર છે. છતાંય આ તોડફોડને કોઈ રોકતું નથી. આ જ ઘટનાના ફોટોગ્રાફ તેમજ સીડી હાઇકોર્ટમાં રજૂ કરાઈ છે. અને પૂર્વ સાંસદ સામે એફ.આઈ.આર. નોંધવા તેમજ સ્વતંત્ર તપાસ સંસ્થાને તપાસ સોંપવા માંગ કરાઈ છે. કોર્ટે આ વિસ્તારમાં કથળેલી સ્થિતિની પણ નોંધ લીધી છે.
કોર્ટે એમ પણ નોંધ્યું છે કે પોલીસે કોઈ પણ રાજકીય દબાણને તાબે થવાની જરૂર નથી. અને સરકાર પણ કોમી હિંસા ફેલાય તેવા કામોમાં આરોપીઓને બચાવવાની કોશિશ ના કરે.