રજની પટેલનો વિરોધ કરતી પાટીદાર મહિલાઓને મારવા ભાજપનો કાર્યકર ખુલ્લી તલવાર લઈ દોડ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણાઃ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે બહુચરાજીના ભાજપના ઉમેદવાર રજની પટેલ તેમના મત વિસ્તાર પાંચોટમાં પ્રચાર માટે નીકળ્યા હતા. જોકે, પાટીદાર મહિલાઓએ તેમનો થાળી વગાડી વિરોધ કર્યો હતો. દરમિયાન ભાજપનો કાર્યકર ખુલ્લી તલવાર સાથે તેમને મારવા દોડ્યો હતો. આ અંગેની વિગતો એવી છે કે, ભાજપના રજની પટેલનો પાંચોટમાં વિરોધ થતાં આઇટી સેલના પ્રમુખ ચંદ્રેશ પટેલે ગુસ્સે ભરાયો હતો અને વિરોધ કરી રહેલી મહિલાઓ સામે ખુલ્લી તલવાર લઈને દોડ્યો હતો. એટલું જ નહીં, આઇટી સેલે મંડલમાં તોડફોડ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Continues below advertisement