ઝારખંડઃ ભાજપના નેતાની દાદાગીરી, નેમપ્લેટ ઉતારવા મામલે અધિકારી સાથે કરી મારપીટ, જુઓ VIDEO
રાંચીઃ ઝારખંડમાં જિલ્લા ટ્રાન્સપોર્ટ અધિકારીને માર મારવાની ઘટના સામે આવી છે. આ વીડિયો સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વીડિયોમાં જે વ્યક્તિ ગાડીની બાજુમાં ઉભેલો દેખાઇ રહ્યો છે જે જિલ્લા ટ્રાન્સપોર્ટ અધિકારી છે. મંગળવારે અધિકારી ભાજપ નેતા રાજધાની યાદવની પ્રાઇવેટ વાહનની નેમ પ્લેટ ઉતરાવવા માટે પહોંચ્યો હતો. જ્યારે અધિકારી નેમ પ્લેટ ઉતરાવતો હતો ત્યારે પાછળથી આવીને એક વ્યક્તિએ તેની ધૂલાઇ કરી દીધી હતી.
તે સમયે ત્યાં ડીટીઓની સાથે કેટલાક કર્મચારીઓ પણ હતા જે નેમ પ્લેટ હટાવી રહ્યાં હતાં. ગાડી પરથી નેમ પ્લેટ હટાવવાની વાત જેવી રાજધાની યાદવને મળી તે ગુસ્સામાં આવી ગ્યો અને તેને અધિકારીને કંઇપણ કહ્યાં વિના પાછળથી ધૂલાઇ કરવાનું ચાલું કરી દીધું. રાજધાની યાદવે માર માર્યા પછી કહ્યું કે, તેમને નેમ પ્લેટ હટાવવાની કોઇ નોટીસ કેમ આપવામાં ન હોતી આવી.
વીડિયોમાં સ્પષ્ટ સંભળાઇ રહ્યું છે કે, રાજધાની યાદવ અધિકારીને પુછી રહ્યો છે કે તમે મને નોટીસ આપી હતી? આ મારી ગાડી છે. જોકે, અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે, આ વિશે તેમને ન્યૂઝપેપરમાં પહેલાથી જ માહિતી આપી દીધી હતી.