ભાજપના કયા કેબિનેટ મંત્રીએ ફરિદા મીર પર કર્યો નોટોનો વરસાદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરપુર: ઓક્ટોબરના રોજ વિરપુર ખાતે રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક લી. દ્વારા ખેડૂત શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમ કુટિર ઉધોગમંત્રી જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં અને સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમ બાદ લોકગાયિક ફરીદા મીરના ડાયરાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. દરમિયાન મંત્રી જયેશ રાદડિયાએ રૂપિયા ઉડાવ્યાં હતા. ત્યારબાદ જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ વરસ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ કાર્યક્રમમાં સહકારી મંડળઓને મોટર સાયકલનું ઇનામ વિતરણ તથા સભાસદ ખેડૂતોના વારસદાઓને ખેડૂત અકસ્માત વિમાના ચેકનું વિતરણ કરાયું હતું.