હૈદરાબાદઃ બોલિંગ કરતા કરતા યુવક ઢળી પડ્યો, હાર્ટએટેકને કારણે મોત, જુઓ વીડિયો
Continues below advertisement
હૈદરાબાદમા એક સ્થાનિક ક્રિકેટ ટુનામેન્ટમાં બોલિંગ કરતા સમયે એક 23 વર્ષીય બોલરનું હાર્ટઅટેકને કારણે મોત નિપજ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે, બંજારા હિલ્સ વિસ્તારમાં બે ટીમો વચ્ચે શુક્રવારની રાત્રે મેચ રમાઇ રહી હતી. આ દરમિયાન લોયડ એન્થની નામના એક યુવકનું હાર્ટએટેકને કારણે મોત થયું હતું. ડોક્ટરોના મતે હાર્ટએટેકને કારણે તેનું મોત થયું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એન્થની બોલિંગ કરવા દોડે છે એટલામા તે અચાનક નીચે પડી જાય છે.
Continues below advertisement