બુટલેગરો બેફામ, ઉનામાં દારૂ ભરેલી ટ્રક પોલીસ પર ચડાવી કઈ રીતે કર્યો હત્યાનો પ્રયાસ, જુઓ વિડીયો
ઉનાઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્ધારા બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપ્યાના ફક્ત 12 કલાકમાં જ બુટલેગરોનો આતંક જોવા મળ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવથી એક ટ્રક દારૂ ભરીને આવી રહી છે તેવી માહિતી મળતા પોલીસે ગીર સોમનાથના ઉના ચેક પોસ્ટ વોચ ગોઠવી હતી. પોલીસે બુટલેગરને ટ્રક રોકવાનું કહેવા છતાં ડ્રાઇવરે ટ્રકને પોલીસકર્મી પરને ચઢાવી દીધી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે બાદમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના ચેકપોસ્ટ પરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
પોલીસે ટ્રકમાંથી 594 પેટી વિદેશી દારૂ સહિત 37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે પોલીસને પડકાર ફેંકનાર બુટલેગર ફરાર થઇ ગયો હતો. પોલીસ જવાન ભુરાભાઇને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. નોંધનીય છે કે ગઇકાલે અલ્પેશ ઠાકોરે દારૂ બંધીને લઇને કડક કાયદાની માંગ કરી રેલી યોજી હતી.