અમદાવાદઃ કેશવાનના ડ્રાઇવરે ચલાવી 1 કરોડની લૂંટ, સીસીટીવી આવ્યા સામે

Continues below advertisement
અમદાવાદઃ ગઈ કાલે મોડી સાંજે 98 લાખ ભરેલી રોકડ રકમની લૂંટ થતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. સીએમએસ કંપનીની કેશવાનનો ડ્રાઈવર તેના ત્રણ ગનમેનને ચામાં નશીલો પદાર્થ પીવડાવીને પૈસા બાઇક પર લઈ ફરાર થઈ ગયો હતો. મૂળ યુપીના ઇટાવાનો રહેવાસી ડ્રાઈવર સુધીરકુમાર અખિલેશકુમાર બાઘેલા બપોરે 2.30 કલાકે એટીએમમાં પૈસા ભરવા તેના ત્રણ સાથી ધવલ પાનવાલ, સિદ્ધાંત ચાવડા અને ગનમેન જીતેનસિંહ ગુરજરસિંહ તોમર સાથે નીકળ્યો હતો. સાંજે 7 વાગે તેઓ રાજપથ ક્લબના એચડીએફસી બેંકના એટીએમમાં પૈસા ભરવા પહોંચ્યા હતા. આ સમયે ડ્રાઈવર સુધીર વાનમાં રહેલી રોકડ લઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram