ગુજરાતના ધારાસભ્યો જ્યાં રોકાયા છે તે બેંગ્લોરના રિસોર્ટમાં રેડ પડી ત્યારે કેવો હતો માહોલ? જુઓ વીડિયો
Continues below advertisement
બેંગ્લોરઃ ગુજરાતના કોગ્રેસના 42 ધારાસભ્યો કર્ણાટકના બેગ્લોરમાં આવેલા જે ઇગલટન રિસોર્ટમાં રોકાયા છે ત્યાં પડેલા ઇન્કમટેક્સના દરોડાને લઇને કોગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો ખેલ ચાલી રહ્યો છે. આઇટીના આ દરોડાના વીડિયો સામે આવ્યા છે. રિસોર્ટમાં જ્યારે આઇટીની રેડ પડી ત્યારે કોગ્રેસના ધારાસભ્યો હળવા મૂડમાં જોવા મળી રહ્યા હતા.
સીસીટીવીમાં કોગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પરેશ ધાનાણી હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે. આ રિસોર્ટ કર્ણાટકના ઉર્જામંત્રી ડીકે શિવકુમારનો છે. શિવકુમારના દિલ્હી અને બેંગ્લોરમાં આવેલા 35 ઠેકાણાઓ પર આઇટીએ એકસાથે રેડ પાડી હતી. દિલ્હીમાં આવેલા શિવકુમારના ઘરેથી આઇટીએ પાંચ કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યા હતા.
ઇન્કમટેક્સની રેડને લઇને રાજ્યસભામાં કોગ્રેસે હંગામો મચાવ્યો હતો. કોગ્રેસનો આરોપ હતો કે ભાજપ આઇટી મારફતે કોગ્રેસને ડરાવવા માંગી રહી છે.Continues below advertisement