‘કૌન બાપ હૈ’ પાકિસ્તાનીઓની કોમેન્ટનો જવાબ આપવા પાછો વળ્યો શમી, કોણે પાછો વાળ્યો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાનનો વિજય થયા બાદ ટીમ ઇન્ડિયાના અનેક ખેલાડી અને ભારતીય ક્રિકેટ ચાહકો પાકિસ્તાનને ખેલભાવના દર્શાવતા તેમને અભિનંદન આપી રહ્યા છે. ત્યારે પાકિસ્તાન ફેન્સે મેચ બાદ ઓવલમાં ભારતીય ખેલાડીઓ સાથે ખરાબ વર્તન કર્યું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.
ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની ફેન્સ ભારતીય ખેલાડીઓને અપશબ્દો કહી રહ્યા છે. એક પાકિસ્તાની ફેન્સ કોહલીને કહી રહ્યો છે કે, કેમ કોહલી બધી અક્કડ જતી રહી. તે સિવાય પાકિસ્તાની સમર્થકો ભારતીય ખેલાડીઓને પૂછી રહ્યા હતા કે કોણ બાપ છે? દરમિયાન બોલર શમી પાકિસ્તાની સમર્થકને જવાબ આપવા પાછળ વળ્યો હતો પરંતુ પાછળ આવતા ધોનીએ તેને શાંત કરી સાથે લઇ ગયો હતો.