છોટાઉદેપુરઃ તાલુકા પંચાયતના મહિલા સભ્યનું બ્લાઉઝ ફાડી નાંખ્યું, જુઓ વીડિયો
Continues below advertisement
છોટાઉદેપુરઃ બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં લોકશાહીનું ચીરહરણ થયું હતું. સત્તા માટે મહિલા સભ્યની ખેંચતાણમાં જાહેરમાં મહિલા સભ્યના આંતરવસ્ત્રો ફાટ્યા. બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં આ શરમજનક ઘટના બની હતી. બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાસે સરખે સરખા 13-13સભ્યો હોવાથી સત્તા માટે એક સભ્યને પોતાના પક્ષમાં લાવવા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ ભારે ધમપછાળા કર્યા હતાં, પરંતુ આજે મતદાનના દિવસે કોંગ્રેસની મહિલા સભ્ય વિનિતાબેન રાઠવાને ભાજપે તોડજોડ ની રાજનીતિ કરી પોતાના પક્ષમાં કરી લીધી હતી.
ચુંટણી સમયે સભાખંડમાં ભાજપના સભ્યો સાથે કોંગ્રેસની આ મહિલા આવવાની હોવાનું કોંગ્રેસીઓને ખબર પડતાં મતદાન ખંડમા પ્રવેશતાની સાથે જ મહિલા સભ્ય વિનિતાને પોતાને પક્ષમાં લેવા માટે બન્ને રાજકીય પક્ષના પ્રતિનિધિઓએ વિનિતાબેનની ખેંચતાણ શરૂ કરી જે દ્રશ્યો સર્જાયા તે જોતા ચોક્કસ કહી શકાય કે રીતસર લોકશાહીનું ચિરહરણ કરવામાં આવ્યું હોય, રાજકીય પક્ષનાં પ્રતિનિધિઓએ મહિલાની ઈજ્જતનો પણ ખ્યાલ ના કર્યો અને ખેંચતાણમાં જાહેરમાં મહિલા સભ્યનો બ્લાઉઝ ફાડી નાંખ્યો. મતદાનનાં સભાખંડમાં ચુંટણી અધિકારી અને પોલીસ કાફલાની હાજરીમાં આ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો.
જ્યારે મહિલા સભ્યની મરજીના હોવા છતાં હાજર અધિકારીઓ અને પોલીસ તેને બચાવવા અસમર્થ હોય તેમ મહિલા પોતાના હાથ લાંબા કરી કરી મદદ માંગી રહી રહી, છતાં તેને સ્વતંત્રતાના આપી શક્યા. હદ તો ત્યારે થઇ જ્યારે કોંગ્રેસનાં મેન્ડેડ ઉપર ચૂંટાયા બાદ આ મહિલા સભ્યએ ભાજપ સાથે હાથ મિલાવી લીધો હતો અને પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં પોતાનો મત આપવા જ્યારે પોતાનો હાથ ઉંચો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તેની આસપાસ બેઠેલી કોંગ્રેસની મહિલા સભ્યો રીતસર તેનો હાથ પકડી નીચે કરી રહ્યા છે. સતત એક કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ પૂર્ણ થયેલ મતદાન પ્રક્રિયા બાદ કોંગ્રેસની મહિલા સભ્યનાં ટેકાથી ભાજપ સત્તા મેળવવામાં સફળ રહી હતી.

Tags :
Chhotaudepur