સુરતઃ લીંબાયત પોલીસ સ્ટેશનમાં મહિલાઓએ એકબીજાના વાળ ખેંચી કરી છૂટાહાથની મારામારી, જુઓ LIVE VIDEO
Continues below advertisement
સુરતઃ લીંબાયત પોલીસ મથકમાં જ બે પક્ષના લોકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. મારામારીના દ્રશ્યોના સામે આવ્યા છે. સામાન્ય અકસ્માતના ઝઘડામાં થયેલી તકરાર બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં એક પક્ષની મહિલાઓએ ફરિયાદી મહિલાને પોલીસ મથકમાં જ વાળ પકડી માર મારવાનું શરૂ કર્યું હતું. બંને પક્ષના લોકોએ પોલીસ મથકમાં કાયદાના લીરેલીરા ઉડાવતા પોલીસે કડક હાથે કામ લેતા કડક કાર્યવાહી કરી હતી. પોલીસે મામલો થાળે પાડવા બંને પક્ષના લોકોને અલગ અલગ લોક- અપ રૂમમાં પુરી દીધા હતા. એકબીજા સાથે છુટ્ટાહાથની મારામારી કરનાર બંને પક્ષોએ પોલીસ સાથે પણ કરી ઝપાઝપી કરી હતી. આ ઘટના સાત મેની છે.
Continues below advertisement