સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સ્વાઇન ફ્લૂ વકર્યો છે. ગઈ કાલે સ્વાઇન ફ્લૂને કારણે એક જ દિવસમાં 19 લોકોના મોત થતાં સરકાર હરકતમાં આવી ગઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત પહોંચ્યા હતા. તેઓ સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત લઈને તેની સમીક્ષા પણ કરવાના છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરત સિવિલ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ અને વડોદરાની એસએસજી હોસ્પિટલની પણ મુલાકાત લેવાના છે. મુખ્યમંત્રીની મુલાકાત પહેલા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયા છે અને હોસ્પિટલમાં સ્વચ્છતા કરી નાંખવામાં આી છે. હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને પણ માસ્ક પહેરવાની ફરજ પાડવામાં આવી છે. તેમજ ડીડીટીનો છંટકાવ પણ કરી નાંખવામાં આવ્યો છે.