સુરતઃ BRTS રૂટ પર કાર ચલાવતા PIને યુવકે કઈ રીતે તતડાવી નાંખ્યો ? જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃસુરતના જહાંગીરપુરા BRTS ચાર રસ્તા પરથી પસાર થઇ રહેલા પીઆઇ નકુમને એક અજાણ્યા વાહનચાલકે ખખડાવી નાખ્યા હતા. વાહનચાલકે સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે અમે બીઆરટીએસમાં વાહન ચલાવીએ છીએ ત્યારે અમને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવે છે.અમને કોર્ટમાં લઇ જવામાં આવે છે. તો પછી પોલીસવાળા બીઆરટીએસમાં વાહન ચલાવે તો તેમના પર કાર્યવાહી કરવી જોઇએ નહી?
પોલીસની બેવડા વલણ પર સવાલ ઉઠાવનારા વ્યક્તિએ જ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. નિયમ પ્રમાણે બીઆરટીએસના રૂટમાં પર્સનલ વાહનો ચલાવી શકાતા નથી, એવામાં જો કોઈ વાહનચાલક પોતાનું વાહન બીઆરટીએસ લાઈનમાં ચલાવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને તેમને કોર્ટમાં ઢસડી જવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે બીઆરટીએસ ટ્રેકમાં જ્યારે કોઇ વાહન ચલાવે છે ત્યારે પોલીસ તેની પાસેથી દંડ વસૂલે છે તો પછી પોલીસ અને સામાન્ય લોકો માટે નિયમો અલગ કેવી રીતે હોઇ શકે તેવો સવાલ વીડિયો જોનારા લોકો પણ કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો વોટ્સએપ પર વાયરલ થયો હતો.