કોગ્રેસના મહિલા નેતાને 'I Love Modi ji' કહેવું પડ્યુ ભારે, જાણો શું થયું, જુઓ વીડિયો

Continues below advertisement

નવસારીઃ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મુકી દેવાના મોદીના નિર્ણયના વખાણ કરવા કોંગ્રેસનાં એક મહિલા નેતાને ભારે પડ્યા હતા. તેમણે મોદીના વખાણ કરતો એક મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મૂકતાં વિવાદ સર્જાયો હતો. નવસારીનાં કોંગ્રેસ કોર્પોરેટર કૃતિકા વૈદે પોતાના મતવિસ્તાર વોર્ડ નંબર 11ના વોટ્સએપ ગ્રુપમાં 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાના નિર્ણયને વખાણ્યો છે. તેમણે આ ગ્રુપમાં લખ્યુ હતું કે, ‘હવે મને બહુ ગર્વ થાય છે, મોદીજી પર.’ અને ‘આઈ લવ મોદીજી’ લખી હાર્ટનાં સિમ્બોલ મૂક્યાં હતા. આ અંગે કૃતિકા વિરુદ્ધ પ્રદેશ કોગ્રેસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

વોર્ડ નંબર 11ના મતદારોએ પોતાના પ્રશ્નોની રજૂઆત માટે દસેરા ટેકરી વોર્ડ નામે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તેમાં કૃતિકા વૈદે આ કોમેન્ટ્સ કરી હતી. રસપ્રદ વાત એ છે કે મંગળવારે કોંગ્રેસના આગેવાનોએ 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાના નિર્ણય સામે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું ત્યારે જ કૃતિકા વૈદે આ મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મૂકતાં કોંગ્રેસી આગેવાનો ચોંકી ઉઠ્યા હતા.

નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ થયું ત્યારે પણ કૃતિકા વૈદ શંકાના દાયરામાં આવ્યાં હતાં અને કોંગ્રેસે તેમનો જવાબ માગ્યો હતો. આ ઘટના અંગે પણ હાઈકમાન્ડને જાણ કરીને આકરાં પગલાં લેવાની માંગ કરાઈ છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram