કુંવરજી બાવળીયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, બે વાગે મંત્રી તરીકેના લેશે શપથ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભૂંકપનો આંચકો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઇ-મેલથી રાજીનામું મોકલ્યા પછી કુંવરજી બાવળીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. બાવળીયા રાજીનામું આપ્યા પછી બપોરે બે વાગ્યે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવાના છે, તેવી માહિતી મળી રહી છે.
Continues below advertisement