Valsad Crime : વલસાડમાં ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ બાદ હત્યા

Continues below advertisement

વલસાડમાં યુવતીની લાશ મળવા મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. ફોરેન્સિક પીએમમાં જાણવા મળ્યું છે કે, દુષ્કર્મ બાદ યુવતીની હત્યા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગઈ કાલે મોતીવાડામાંથી શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો. ટ્યુશનથી છૂટીને ઘરે જતી યુવતીનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ હતી.  પારડી પીઆઈ, એલસીબી પીઆઈ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો.પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં જે આ ઘટના બની હતી એને સમજવાનો પ્રયાસ કરીએ તો રેલવે ટ્રેકથી નજીક આ વાડીમાં એક યુવતીની લાશ મળી હતી, જેને લઈને અટકડો ચાલી રહી હતી કે શું એની સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ અને અહીંયા તેનું આવવાનું કઈ રીતે થયું, ટ્યુશન જવા માટે તે નીકળી હતી અને ટ્યુશનથી ઘરે આવી રહી હતી ત્યારે તેના એક મિત્ર સાથે તેની ફોન પર વાત ચાલુ હતી અને અચાનક એ વાત અટકી ગઈ હતી અને ત્યારબાદ યુવતીના જે મિત્ર છે તેણે એમની બહેનને આ વાતની જાણકારી આપી હતી અને આ સંદર્ભમાં પોલીસ આ સ્થળ પર આવી તપાસ કરી હતી. 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram